જાણકારી પ્રમાણે ભાજપે બોટાદ નગરપાલિકાની એક વોર્ડમાં ટિકીટ ભાજપના નેતા અને શહેર ભાજપના ઉપપ્રમુખ અતુલ પટેલના પત્નીને આપી છે. આ ટિકીટ વહેંચણી થતાંજ અતુલ પટેલ નારાજ થઇ થઇ ગયા છે, અને તેમને પાર્ટી માટે ચૂંટણીમાં કામ નહીં કરવાની ચેતાવણી આપી દીધી છે.
ઉલ્લેખનીય છે કે અતુલ પટેલ છેલ્લા 17 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે, અને તેમને આ ચૂંટણીમાં બોટાદ નગરપાલિકા વૉર્ડ નંબર 2માંથી ટિકીટ માંગી હતી, જ્યારે આ ટિકીટ તેમની જગ્યાએ તેમના પત્ની રોનકબેનના નામ સાથે આપવામાં આવી છે. આ કારણે અતુલ પટેલ નારાજ થઇ ગયા છે, અને ચૂંટણીમાં કામ ના કરવાની ચેતાવણી આપી દીધી છે.