ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે, ત્યારે હવે રાજ્યમાં શિયાળાની વિદાયને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે ગુજરાતમાં ક્યારથી શિયાળો વિદાય લેશે, તે અંગે માહિતી આપી છે. 20 ફેબ્રુઆરી બાદ ધીરે ધીરે તાપમાનો પારો ચઢતા ઠંડીનું પ્રમાણ ઘટતું જશે.
વસંતઋતુનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે ધીરે ધીરે રાજયમાં તાપમાનનો પારો વધતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ 15 અને 16 ફેબ્રુઆરીએ વાતાવરણમાં પલટો આવી શકે છે. પૂર્વીય સમુદ્રી તટ વિસ્તારમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ દેશના દક્ષિણીય પૂર્વ તટ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસાદ કે કરાં પણ પડી શકે છે. ઉપરાંત 19 અને 21 તારીખે ફરી ગુજરાતમાં વાતવરણમાં પલટો જોવા મળશે, આ સમયે કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 21 ફેબ્રુઆરી બાદ ગુજરાતમાં તાપમાનમાં ધીરે ધીરે વધારો થતો જોવા મળશે,.
રાજ્યમાં ક્યારથી થશે શિયાળાની વિદાય ? જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Feb 2021 10:57 AM (IST)
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે, ત્યારે હવે રાજ્યમાં શિયાળાની વિદાયને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -