ભાજપ શાસિત ઊંઝા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પહેલા ભાજપમાં હડકંપ મચી ગયો છે. ભાજપના સભ્ય તરલાબેન મેવાડાએ રાજીનામુ ધરી દીધું છે. પક્ષે કેમ્પમાં જવા દબાણ કરતા રાજીનામૃ આપ્યું હોવાની ચર્ચા છે. ભાજપના 6 સભ્ય ગાયબ થયા બાદ મહિલા સભ્યના રાજીનામાથી વિવાદ હવે સપાટી પર જોવા મળી રહ્યો છે. ગાયબ થનારા 6 નગરસેવકો કામદાર પેનલને ટેકો આપે તો ભાજપ સત્તા ગુમાવે તેવી સ્થિતિ સર્જાઇ છે.


ઉલ્લેખનિય છે કે, 2 દિવસ પહેલા જ એવા અહેવાલ હતા કે, પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલા ઊંઝા નગરપાલિકાના ભાજપના છ નગરસેવકો ગાયબ થઇ ગયાના સમાચાર મળતાં ભાજપમાં દોડધામ મચી ગઇ હતી. તમામ ગાયબલ લોકોના ફોન પણ સ્વીચ ઓફ હતા.  ઉલ્લેખનિય છે કે, ગાયબ નગર સેવકો કામદાર પેનલને ટેકો આપે તેવી શક્યતા જોવાઇ રહી છે. જો કે આ દરમિયાન  MLA કિરીટ પટેલે નિવેદન આપ્યું  છે કે, તેઓ પોતાના કામથી બહાર ગયા છે. જો કે  ઊંઝા નગરપાલિકામાં ભાજપ ના 6 સભ્યો ગાયબ થઈ જતા  ભાજપ ચિંતિત છે. કારણ કે, ભાજપ ના 6 સભ્યો ગાયબ થઈ જતા ભાજપ  પ્રમુખ પદ  ગુમાવે તેવી શકયતા છે.. ઊંઝા નગરપાલિકામાં 36 સભ્યો પૈકી ભાજપ પાસે કુલ 20 કામદાર પેનલ પાસે 15 અને 1 અપક્ષ સભ્ય છે. ભાજપના 6 સભ્યો ગાયબ થઈ જતા હવે ભાજપ પાસે 14 સભ્ય છે. ગાયબ થયેલા 6 સભ્યો કામદાર પેનલ ને ટેકો આપે તેવી શકયતા છે.                                   

સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ નરેશ પરમાર ટી પી ચેરમેન ની આગેવાનીમાં ભાજપના સભ્ય ગાયબ થયા હોવાના અહેવાલ ફરતા થયા છે. વિકાસના કામો ન થતા અસંતોષ ને પગલે સભ્યો ગાયબ થયા હોવાનું પણ સામે આવ્યું છે. ધારાસભ્ય આ સભ્યો સાથે  બેઠક યોજી હતી. વિકાસ કામ બાબતે કોઈ બાંહેધરી ન લેવાતા સભ્યો ગાયબ થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું.


આ પણ વાંચો 


Rajkot News: રાજકોટના હિરાસર એરપોર્ટના આજે શ્રીગણેશ, જાણો કઇ તારીખથી ઉડાન ભરશે ઇન્ટરનેશનલ ફ્લાઇટસ


G20 Summit 2023 Live: ભારતની અધ્યક્ષતામાં G20 સમિટનો આજે બીજો અને અંતિમ દિવસ, જાણો વધુ અપડેટ્સ