Rajkot News:લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે હિરાસર એરપોર્ટ હવે તૈયાર છે.  આજે રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલું એરપોર્ટ ખુલ્લુ મૂકાશે. હીરાસર એયરપોર્ટથી દૈનિક 10 ફ્લાઈટ  ઉડાન ભરશે.માર્ચ મહિનાથી ઈન્ટરનેશનલ ફ્લાઈટની  શરૂઆત થશે.


નવા એરપોર્ટ જવા માટે એસ.ટી બસ પોર્ટ થી દર બે કલાકે AC બસ મળશે. એસ.ટી દ્વારા બસનું ભાડું 100 રૂપિયા, પ્રાઇવેટ ટેક્સીમાં વન વે ભાડું 1200 રૂપિયા હશે.રાજકોટ એરપોર્ટ પર થી દરરોજ 10 ફ્લાઇટ ઉડાન ભરે છે. દિલ્હી, મુંબઈ, ગોવા, ઉદયપુર, ઇન્દોર સહિતની ફ્લાઈટો ઉડાન ભરે છે, જે રાબેતા મુજબ ઉડાન ભરશે.


ઉલ્લેનિય છે કે નવું ઇન્ટરનેશન એરપોર્ટ તૈયાર થઇ જતાં ગઇકાલે રાજકોટના જૂના એરપોર્ટથી જ્યારે છેલ્લી ફ્લાઇટસ રવાના થઇ ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. રાજકોટના જૂના એરપોર્ટથી  ઉપડતી છેલ્લી ફ્લાઈટને કર્મચારીઓ અને અધિકારીઓએ સલામી આપી હતી.  આજેએ જુનુ  રાજકોટ એરપોર્ટ બંધ કરી દેવાયું છે. વર્ષોથી રાજકોટના એરપોર્ટ પર કામ કરતા આ કર્મચારીઓ આજથી હીરાસર એરપોર્ટ પર કામગીરી કરશે. તેમજ આજથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ થી દરેક  ફ્લાઇટ  ઉડાન ભરશે. જૂના એરપોર્ટ થી નવા એરપોર્ટમાં  શિફ્ટિંગનું કામ  પણ લગભગ પૂર્ણ થઇ ગયું છે.                                                                               


રાજકોટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાન ભરતા હવે સૌરાષ્ટ્રના લોકોને આ માટે અમદાવાદ નહિ જવું પડે, સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતને પણ મોટો ફાયદો થશે. ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાંથી અન્ય રાજ્યો અને વિદેશ પ્રવાસ કરતા  ઉદ્યોગપતિ તેમજ મુસાફરોને રાજકોટથી ફ્લાઇટની સુવિધા મળશે.                


આ પણ વાંચો 


G20 Summit 2023 Live: ભારતની અધ્યક્ષતામાં G20 સમિટનો આજે બીજો અને અંતિમ દિવસ, જાણો વધુ અપડેટ્સ


મોરક્કોમાં પ્રચંડ ભૂકંપે સર્જી તબાહી, મત્યુઆંક 2000ને પાર પહોચ્યો, 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર


ચૂંટણી પહેલા ઊંઝા નગરપાલિકામાં વિવાદ સપાટી પર, તરલા મેવાડાએ આ કારણે રાજીનામુ આપ્યાની ચર્ચા