જામનગરઃ ઇન્ડોનેશિયાથી આવેલ એક શીપમાં 5 દર્દીઓનો  કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે, જ્યારે એક દર્દીનું મોત થયું છે. આ દર્દીઓ જામનગર જીજી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે. હાલ કોરોના પોઝિટીવ આવેલ ક્રુ મેમ્બર દર્દીઓની સ્થિતિ સારી હોવાનું જીજી હોસ્પીટલના તબીબે જણાવ્યું હતું. એક વોર્ડમાં 5  દર્દીઓને રાખવામાં આવ્યા છે. 



ઇન્ડોનેશિયાથી આવેલ એક શીપમાં 17 દર્દીઓ પોઝિટીવ હોવાની માહિતી મળી હતી. 17 દર્દીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. શિપ દરિયામાં છે અને તેમાં બાકીના મેમ્બર કોઈ લક્ષણો વિનાના છે. કોરોના પોઝિટીવ આવેલ તમામ શીપના ક્રુ મેમ્બર છે.


ગુજરાતમાં કોરોનાને લઈને સામે આવ્યા અત્યાર સુધીના સૌથી મોટા રાહતના સમાચાર, જાણીને થઈ જશો ખુશ


અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને લઈને ધીમે ધીમે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. હવે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસો 200ની અંદર આવી ગયા છે. આ સાથે રાજ્યના 13 જિલ્લા કોરોનામુક્ત બની ગયા છે. આ 13 જિલ્લામાં હવે એક પણ એક્ટિવ કેસ નથી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ 4-4 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. આ પછી દક્ષિણ ગુજરાતમાં ત્રણ અને મધ્ય ગુજરાતમાં બે જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો માત્ર 178 જ રહ્યા છે. 


સૌરાષ્ટ્રમાં પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી, મધ્ય ગુજરાતમાં પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, ભરુચ અને નર્મદા જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. 


આ સિવાય વલસાડ, તાપી, મહીસાગર, દેવભૂમિ દ્વારકા, બોટાદ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. કારણ કે આ જિલ્લામા માત્ર 1-1 એક્ટિવ કેસ છે. અત્યારે ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 57 એક્ટિવ કેસ છે. આ પછી વડોદરામાં 44, સુરતમાં 17 અને રાજકોટમાં 11 એક્ટિવ કેસ છે. આ સિવાયના તમામ જિલ્લામાં સિંગલ ડિઝિટમાં એક્ટિવ કેસો છે.