ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 341 કેસ નોંધાયા હતા. કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં ત્રણ દર્દીના મૃત્યુ થયા છે. અમદાવાદ, વલસાડ અને વડોદરામાં એક-એક દર્દીના મોત થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 134 કેસ નોંધાયા છે. રાજ્યમાં પાંચ કોરોના દર્દી વેન્ટિલેટર પર છે.


રાજ્યમાં કોરોનાના કુલ 2246 એક્ટિવ કેસ છે. જેમાંથી પાંચ દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 2241 દર્દીઓ હાલ સ્ટેબલ છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,73,722 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11069 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 134 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 3, અમરેલીમાં 3, આણંદમાં 6, બનાસકાંઠામાં 3, ભરૂચમાં 7, ભાવનગર કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 8, ગાંધીનગર કોર્પોરેશનમાં 11, જામનગરમાં 1, ખેડામાં 1, કચ્છમાં 1, મહેસાણામાં 22, મોરબીમાં 7, નવસારીમાં 1, પંચમહાલમાં 1, પોરબંદરમાં 2, રાજકોટમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 4, સાબરકાંઠામાં 3, સુરતમાં 10, સુરત કોર્પોરેશનમાં 29, સુરેન્દ્રનગરમાં 3, વડોદરામાં 40, વડોદરા કોર્પોરેશનમાં 31, વલસાડમાં 6 નવા કેસ નોંધાયા હતા.


Gujarat: આવતીકાલે પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે TET 1 ની પરીક્ષા યોજાશે


અમદાવાદ: રવિવારે પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે  ટીચર્સ એલજિબ્લીટી ટેસ્ટ   TET 1 યોજાવાની છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવાવાની છે. આ પરિક્ષામાં ખાસ પેપર ટ્રેસિંગ માટે PATA એપ્લિકેશનનો ઉપયોગ થશે. જેથી પરીક્ષામાં પારદર્શિતા જળવાઈ રહે. અમદાવાદમાં કુલ 80 પરીક્ષા કેન્દ્રો પર 15000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે ત્યારે પરીક્ષાને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 


TET-1 માટે અંદાજે 87 હજાર ઉમેદવાર પરીક્ષા આપવાના છે. જોકે આ વખતે પરીક્ષાને લઇ બોર્ડ દ્વારા ફૂલપ્રૂફ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પરીક્ષા પહેલા જ પરીક્ષા સાથે સંકળાયેલા કેન્દ્ર સંચાલકોને ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ સાથે જ આ પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા બોર્ડ પરીક્ષાના તર્જ પર PATA પેપર બોક્સ ઓથેન્ટિકેશન ટ્રેકિંગ એપ્લિકેશન ની મદદ લેવામાં આવી છે. ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં PATA નો ઉપયોગ કરવામાં આવે છે, તેવી રીતે ટેટ પરિક્ષામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવશે. 'પેપર બોક્સ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન' નામથી તૈયાર કરાયેલી મોબાઈલ એપ્લીકેશનના માધ્યમથી રાજ્ય પરીક્ષા બોર્ડ પરીક્ષાના સીલ બંધ કવર તેમજ પરીક્ષા આપનાર ઉમેદવારઓની સંખ્યા પર સીધી નજર રાખવાનો પ્રયાસ કરશે. 


'PATA' તમામ પરીક્ષા કેન્દ્રના સ્થળ નિરીક્ષકોએ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવાનો રહેશે. આ એપના માધ્યમથી પરીક્ષા કેન્દ્ર પર રવાના થતા તમામ પેપર બોક્સ ટ્રેક કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર પર સીલ બંધ બોક્સ ખોલતા પહેલા તેના ફોટો પાડીને આ એપમાં અપલોડ પણ કરવાના રહેશે. તો સાથે જ તમામ ઉમેદવારોની હાજરી અને ગેરહાજરીની સંખ્યા પણ એપ્લિકેશનમાં સ્થળ સંચાલકોએ અપલોડ કરવાની રહેશે. તેમજ પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ બે ફોટોગ્રાફ 'PATA'માં અપલોડ કરવાના ફરજીયાત રહેશે