વાંકાનેર: શહેરની સિવિલ હોસ્પિટલમાં હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ અને પટાવાળો બંને દારૂની મહેફિલ માણતા જડપાયા છે. આ અંગેની પાકી બાતમીને પગલે પત્રકારોની ટીમે રેડ કરી હતી. જેમાં બંનેને રંગેહાથ ઝડપી લઈને પોલીસને જાણ કરી બોલાવી હતી. તો બીજી તરફ પોલીસની તપાસમાં પણ દારૂની બોટલ મળી આવતા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
 


વાંકાનેરના વેલનાથપરામાં રહેતા પત્રકાર શાહરૂખ ચૌહાણે આરોપી ડોક્ટર હરપાલસિંહ દાજીભાઇ પરમાર અને કૈલાશ ભીખાભાઈ રાઠોડ રહે બંને સરકારી હોસ્પિટલ વાંકાનેર વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. ૧૩ ના રોજ પત્રકાર શાહરૂખ પોતાના ઘરે હોય ત્યારે સમાચાર મળ્યા હતા કે વાંકાનેર સરકારી હોસ્પિટલના સુપ્રીન્ટેનડેન્ટની ઓફિસમાં ડોક્ટર દારૂ પાર્ટી કરતા હોય છે અને હાલ પાર્ટી ચાલુ છે તેવી જાણ કરતા અન્ય પત્રકાર મિત્ર શરાફૂદિન માથકીયાને જાણ કરી હતી અને બંને પત્રકારો વાંકાનેર સરકારી હોસ્પિટલમાં સુપ્રીન્ટેનડેન્ટ ઓફીસમાં પહોંચ્યા હતા.


જ્યાં ડોક્ટર હરપાલસિંહ પરમાર અને પટ્ટાવાળા કૈલાશભાઈ રાઠોડ બંને પત્રકારોને જોઈ જતા ઓફિસનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો જેથી પત્રકારે વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી. જે બાદ સીટી પોલીસ ટીમ હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને ઓફિસમાં તપાસ કરતા કબાટમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવી હતી. જેથી ડોક્ટર હરપાલસિંહ દાજીભાઇ પરમાર અને પટ્ટાવાળા કૈલાશભાઈ રાઠોડ બંનેને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન લાવ્યા હતા અને પત્રકાર શાહરૂખની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


દારૂની મહેફિલ માણતા હોવાથી સીસીટીવી નીચે કરી નાખ્યા ? 


હોસ્પિટલના ડોક્ટર અને પટ્ટાવાળા દારૂની મહેફીલો માણતા હોય ત્યારે રેડ દરમિયાન એવું પણ ધ્યાને આવ્યું હતું કે ઓફીસમાં સીસીટીવી કેમેરા લગાવેલ છે. જોકે આ બંનેની કરતુત કેમેરામાં કેદ ના થાય તે માટે સીસીટીવી કેમેરા નીચે કરી દીધા હોય તેવું જોવા મળ્યું હતું. બંનેના જામીન મંજુર થયા છે. જોકે હોસ્પિટલ જોવા  મળ્યા ન હતા.  દારૂ મહેફિલ કાંડમાં ઝડપાયેલા ડોક્ટર અને પટ્ટાવાળા વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ બંનેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બંને આરોપીનો જામીન પર છુટકારો કર્યો છે જોકે જામીન મુક્ત થયા બાદ આજે ડોક્ટર કે પટ્ટાવાળા હોસ્પિટલ ખાતે જોવા મળ્યા ના હતા.