ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 244 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ1 ના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4395 પર પહોંચ્યો છે.
આ જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ
રાજ્યમાં આજે અરવલ્લી, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, નર્મદા, પંચમહાલ, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના એકપણ કેસ નોંધાયા નહોતા. જ્યારે મોરબી, મહિસાગર, જૂનાગઢ કોર્પોરેશન, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં માત્ર 1-1 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
ગુજરાતમાં અત્યાર સુધી 5,55,179 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી. આજે રાજ્યભરમાં 355 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રિકવરી રેટ 97.43 ટકા છે.
ગુજરાતના આ 8 જિલ્લામાં ન નોંધાયો કોરોનાનો એક પણ કેસ, જાણો વિગતો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Feb 2021 08:58 PM (IST)
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 244 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ1 ના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4395 પર પહોંચ્યો છે.
પ્રતિકાત્મક તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -