ઉત્તર ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે રવિવારે બનાસકાંઠામાં નવા 35 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે પાટણમાં 22 કેસ નોંધાયા હતાં. આ ઉપરાંત મહેસાણામાં 18 અને સાબરકાંઠામાં 14 પોઝિટિવ કેસ નોંધાયા હતાં જ્યારે અરવલ્લીમાં 3 કેસ નોંધાયા હતાં.
બનાસકાંઠામાં હાલ 142 એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં કોરોનાથી 17 લોકોનાં મોત નિપજ્યાં છે. પાટણમાં 150 લોકો એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં કોરોનાથી 23 લોકોનાં મોત નિપજ્યાં છે. મહેસાણામાં 410 એક્ટિવ કેસ છે જ્યારે સાબરકાંઠામાં 120 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં હાલ 13131 એક્ટિવ કેસ છે, જેમાંથી 85 વેલ્ટીલેટર પર છે અને 13046 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 40365 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 6,42,370 ટેસ્ટ કરવામાં આવ્યા છે.