રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1052 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 22 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 56874 થઈ ગઈ છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. ત્યારે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓ પોઝિટિવ કેસોનો આંકડો વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસોના આંકડા પર એક નજર કરીએ....


બનાસકાંઠામાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 732 પર પહોંચી ગયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં નવા 19 પોઝિટિવ કેસ નોંધાયા હતાં જેમાં વાવ, દિયોદર, ભાભર, લાખણી, ધાનેરા અને ડીસા સહિત અન્ય તાલુકાઓમાં પોઝિટિવ કેસો નોંધાયા હતાં.

પાટણ જિલ્લામાં પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને કુલ આંકડો 685 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 27 કેસ નોંધાયા હતાં. જેમાં પાટણ 5, સિદ્ધપુર 6, સરસ્વતિ 3, રાધનપુર 2, હારીજ 4, ચાણસ્મા 5, શંખેશ્વર 1 અન સાંતલપુર 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો.

મહેસાણામાં પણ પોઝિટિવ કેસોમાં સતત વધારો થતો લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 17 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં મહેસાણા શહેરમાં 6 પોઝિટિવ કેસ જ્યારે ખેરાલુમાં 9, કડીમાં 1, બહુચરાજીમાં 1 સહિત જિલ્લામાં કુલ 17 પોઝિટિવ કેસ નોંધાયા હતાં.

સાબરકાંઠામાં પણ કોરોનાના પોઝિટિવ કેસોમાં વધતાં લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠામાં 10 પોઝિટિવ કેસ નોંધાયા હતાં.