Gujarat corona News: ગુજરાતમાં કોરોનાની રીએન્ટ્રીએ ચિંતા વધારી છે. સતત વઘતા કેસ મહામારીના સમયની યાદ અપાવી રહ્યો છે. જાણીએ અપડેટ્સ
દેશ અને દુનિયામાં કોરોનાએ ફરી માથું ઉંચકતાં આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. રાજયમાં પણ કોરોના ફૂંફાડો મારી રહ્યો છે. કોરોનાના નવા 170 કેસ નોંધાયા છે. નવા કેસ સહિત એક્ટિવ કેસની સંખ્યા 717 પહોંચી છે. એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં 3 ગણો વધારો થયો છે. રાજકોટમાં કોરોનાના નવ, સુરતમાં આઠ કેસ નોંધાયા છે. ભાવનગર-મહેસાણામાં નવા છ-છ કેસ નોંધાતા છે.
ભાવનગરમાં કુલ 19 કેસ એક્ટિવ
ભાવનગર જિલ્લામાં કોરોનાના વધુ સાત કેસ નોંધાયા છે. હાલ ભાવનગરમાં કુલ 19 કેસ એક્ટિવ છે. સરદાર નગર, વિજય રાજ નગર, સરદાર નગર, કાળીયાબીડ, નારી ગામ સહિતના ટ્રાવેલ હિસ્ટ્રી સાથેના કેસ નોંધાયા છે. હાલ તમામ 19 એક્ટિવ કેસના દર્દીને હોમ આઈસોલેશન કરવામાં આવ્યાં છે. ભાવનગર શહેરમાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધારો થઇ રહ્યો છે. જે ખૂબ જ ચિંતાજનક કહી શકાય. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીના ઘર નજીક અન્ય પરિવારોની પણ આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે.
મહેસાણા જિલ્લામાં કોરોનાના 6 કેસમહેસાણા જિલ્લામાં કોરોનાના 6 કેસ નોંધાયા છે. બે કડી તાલુકા વિસ્તારમાં તો 4 કેસ મહેસાણા તાલુકા વિસ્તારમાં નોંધાયા છે. મહેસાણા શહેર વિસ્તારમાં 3 પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. મહેસાણા તાલુકા વિસ્તારમાં 1 મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કડી રૂરલમાં 1 પુરુષ પોઝિટિવ અને કડી શહેરમાં 1 પુરુષ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ.38 કેસ નોંધાયા છે. 11 હોમ આઇસોલેશનમાં છે. 2 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 25 લોકો રિકવર થયાં છે.
હિંમતનગરમાં 2 રિપોર્ટ પોઝિટિવ
હિંમતનગરમાંમાં પણ 2 દર્દીના પોઝિટિવ રિપોર્ટ આવ્યાં છે. હિંમતનગર મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હિંમતનગરના 22 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. હિંમતનગર સિવિલમાં 4 દર્દીઓનો સેમ્પલ લેવાયા હતા, ચાર પૈકી બે દર્દીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમણમાં વધારો.. સુરેન્દ્રનગરમાં પણ વધુ 2 મહિલાઓ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં કુલ 5 કેસો કોરોનાના એક્ટિવ છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને હોમ આઇસોલેશન રાખી અને સારવાર આપવામાં આવી રહી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા કોરોનાના કેસોએ તંત્રની ચિંતા વધારી છે.માસ્ક બાંધવા અને સાવચેતીના પગલા લેવા અપીલ કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલોમા આવતા શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટિંગ વધારવા માટે પણ સૂચના અપાઈ છે.
અમદાવાદમાં સૌથી વધુ કેસ
અમદાવાદમાં કોરોનાના કારણે સરકારી હોસ્પિટલમાં હાલ કુલ સાત દર્દીઓ સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલમાં 5 અને સોલા સિવિલ હોસ્પિટલમાં 2 દર્દીઓ સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલમાં 8 માસની બાળકી ઓક્સિજન ઉપર સારવાર હેઠળ છે. સોલા સિવિલ હોસ્પિટલના 5 તબીબો કોવિડ સંક્રમિત થયા છે. તમામ તબીબો હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. કોરોનાના નજીવા લક્ષણ હોવાથી તબીબો હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.સિવિલ હોસ્પિટલમાં 72 વર્ષીય પુરુષ અને 37 તેમજ 60 વર્ષીય મહિલા સારવાર હેઠળ છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ 70 વર્ષીય મહિલા અને 2 વર્ષની બાળકીને સારવાર અપાઈ રહી છે.
કચ્છમાં કોરોના કેસોમાં સતત વધારો
કચ્છમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, કચ્છમાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા છે. અંજારમાં 24 અને અબડાસામાં 26 વર્ષની સ્ત્રી દર્દી સંક્રમિત છે.વધુ બે કેસ સાથે કુલ કેસનો આંકડો 19 પર અને કચ્છમાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા છે. અંજારમાં 24 અને અબડાસામાં 26 વર્ષની સ્ત્રી દર્દી સંક્રમિત થઇ છે. વધુ બે કેસ સાથે કુલ કેસનો આંકડો 19 પર પહોંચ્યો છે.