વિધાનસભા સત્ર પૂર્ણ થાય એ પહેલા એક પછી એક ધારાસભ્યો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. મંગળવારે ઉર્જા મંત્રી સૌરભ પટેલ (Saurabh Patel) અને ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલ (Dushyant Patel) કોરોના (Corona virus) સંક્રમિત થયા હતા. તો મહેસૂલ મંત્રી કૌશિક પટેલની પણ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તબિયત લથડતા તેમનું તેમના નિવાસસ્થાને મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતુ.

Continues below advertisement

વિધાનસભા બજેટ સત્ર દરમિયાન અત્યાર સુધીમાં 10થી વધારે ધારાસભ્યો (MLA) કોરોનાની ઝપેટમાં આવ્યા છે. વિધાનસભામાં કોરોનાની એંટ્રી થતા મુલાકાતીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંત્રીઓની ચેમ્બરમાં પણ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરાયો છે. આમ છતાં ધારાસભ્યો કોરોના સંક્રમિત થવામાં બાકાત નથી રહ્યા. ઉર્જા મંત્રી સૌરભ પટેલ કોરોના સંક્રમિત થતા ઉર્જા વિભાગના જવાબો હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આપશે.

કોરોના વાયરસ (Coronavirus)ના કેસ છેલ્લા ત્રણ દિવસથી ઓછા  નોંધાઈ રહ્યા છે. નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 2220 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 10 લોકોના કોરોના (Corona)  સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1988 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

Continues below advertisement

રાજ્યમાં અત્યાર સુધી 2,88,565  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12263 પર પહોંચ્યા છે. જેમાંથી 147 લોકો વેન્ટિલેટર પર અને 12116 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.51 ટકા પર પહોંચ્યો છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 5,  સુરત કોર્પોરેશન(SMC)માં 4, અને વનડોદરામાં  1 મોત સાથે કુલ 10  લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4510 લોકોના કોરોનાથી મોત થયા છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1988 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,88,565  છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12263 છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

અમદાવાદ કોર્પોરેશનમાં 606, સુરત કોર્પોરેશનમાં 563, વડોદરા કોર્પોરેશનમાં 209 , રાજકોટ  કોર્પોરેશનમાં 164, સુરત 84, વડોદરા 48, રાજકોટ 43,  ભાવનગર કોર્પોરેશન-38, નર્મદા 37, જામનગર કોર્પોરેશન 27, ગાંધીનગર કોર્પોરેશન 26, મહેસાણા 26, ગાંધીનગર 25, મહીસાગર 25, ખેડા 24, પાટણ 23, દાહોદ 22, મોરબી 21, અમરેલી 20, પંચમહાલ 20, જામનગર 19, આણંદ 18, કચ્છ 17, સાબરકાંઠા 16, સુરેન્દ્રનગર 14, ભરૂચ 13, વલસાડા13,  ભાવનગર 10, છોડા ઉદેપુર 8 અને અમદાવાદમાં 7 કેસ નોંધાયા હતા. 

કેટલા લોકો ડિસ્ચાર્જ થયા ?

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1988  છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,88,565  છે.

સુરત કોર્પોરેશનમાં 601,  અમદાવાદ કોર્પોરેશનમાં 578, વડોદરા કોર્પોરેશનમાં 160 , રાજકોટ  કોર્પોરેશનમાં 123, સુરત 101, રાજકોટ 25 લોકો ડિસ્ચાર્જ થયા છે.