જિલ્લાવાર વિગત જાણીએ તો અમદાવાદમાં 53 પોઝિટિવ કેસ અને 5નાં મોત, ગાંધીનગરમાં 13 પોઝિટિવ કેસ, સુરતમાં 15 પોઝિટિવ કેસ અને 2નાં મોત, રાજકોટમાં 10 પોઝિટિવ કેસ, ભાવનગરમાં 11 પોઝિટિવ કેસ અને 2નાં મોત, વડોદરામાં 10 પોઝિટિવ કેસ અને 1નું મોત, પોરબંદરમાં 3 અને ગીરસોમનાથમાં 2 પોઝિટિવ કેસ જ્યારે કચ્છ, મહેસાણા, પંચમહાલ, પાટણ અને છોટા ઉદેપુરમાં માં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ 122 કેસમાંથી 33 વિદેશથી આવેલા, 17 આંતરરાજ્ય અને 72 લોકલ ટ્રાન્સમિશનના કેસ છે.
પાટણમાં જે વ્યકિતને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. કારણ કે તેણે પોતાની ટ્રાવેલ હિસ્ટ્રીની વિગતો છૂપાવી હતી. સંક્રમિત દર્દીના 5 પરિવારજનોને પણ આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. અમદાવાદમાં જે કેસ નોંધાયા છે તેમાનો એક વ્યક્તિ દિલ્લીના મરકઝમાં ગયો હતો.
સુરત શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 13 પર પહોંચ્યો છે. જે પૈકી વધુ એક મહિલાનું રાત્રે મોત નિપજ્યું હતું. જ્યારે વધુ બે પોઝિટિવ દર્દી સાજા થતાં રજા આપવામાં આવી છે.
અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 10 પોઝિટિવ કેસ સામે આવતા આંકડો 55એ પહોંચ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ અમદાવાદના છે. શનિવારે કોરોનાના કારણે વૃદ્ધ મહિલાનું એસવીપી હોસ્પિટલમાં મોત થયું હતું