ગુજરાત સરકારે કરી મહત્વની જાહેરાત, આ લોકોને લોકડાઉનમાં આપી છૂટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Apr 2020 04:12 PM (IST)
મુખ્યમંત્રીના અગ્ર સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી આજે મહત્વની જાહેરાત કરી હતી. ગુજરાતમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 432એ પહોંચી ગયો છે. જ્યારે 19 લોકોના મોત નીપજ્યાં છે.
ગાંધીનગર: ગુજરાતમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં નવા 54 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 31 કેસ અમદાવાદમાં માત્ર અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં Covid-19ના 228 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 432એ પહોંચી ગયો છે. જ્યારે 19 લોકોના મોત નીપજ્યાં છે. મુખ્યમંત્રીના અગ્ર સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી આજે મહત્વની જાહેરાત કરી હતી જેમાં જણાવ્યું હતું કે, હવે માછીમારોને દરિયામાં જવાની પરવાનગી આપી દેવામાં આવી છે. હવે તેઓ દરિયો ખેડી શકશે.