સમગ્ર ગુજરાત સહિત દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાની લડત માટે દેશમાં મોટા ભાગ લોકો આર્થિક મદદ કરી રહ્યાં છે ત્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના ઘણાં કલાકારોએ આર્થિક મદદ કરી હતી. કોરોના સામેની લડતમાં ગુજરાતના જાણીતા અભિનેતા મલ્હાર ઠાકરે 1 લાખ 70 હજાર રૂપિયાનું દાન કર્યું છે. આ ઉપરાંત ગુજરાતના અનેક જાણીતી હસ્તીઓ આર્થિક મદદ કરી છે.



મલ્હાર ઠાકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતું કે, હું પીએમ રિલીફ ફંડ અને બીજા ડિવિઝનને સપોર્ટ આપવાની શપથ લઉં છું. લોકોને થતી મુશ્કેલીને જોઈને મને ઘણું દુઃખ થાય છે હું આશા રાખું છું કે મારું યોગદાન આપણા નાગરિકોને કોઈને કોઈ રીતે મદદમાં આવે.



મલ્હાર ઠાકરે 1 લાખ રૂપિયા પીએમ રિલીફ ફંડમાં, 20,000 રૂપિયા મુંબઈ થિયેટર ઇન્ડસ્ટ્રીના ડેઇલી વેજર્સને, 20,000 રૂપિયા ગુજરાત ઇન્ડસ્ટ્રીના અમદાવાદ ડેઈલી વેજર્સને, 25,000 રૂપિયાની સ્પોટ બોય્ઝને કિટ અને 5,000 રૂપિયા રખડતા શ્વાન માટે આપ્યા છે.