હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે કોરોનાને રોકવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે જોકે કોરોના અકટવાનું નામ લેતો નથી. ત્યારે રવિવારે ઉત્તર ગુજરાતના મહેસાણામાં 53 અને બનાસકાંઠામાં 27 પોઝિટિવ કેસ આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ ઉપરાંત અરવલ્લીમાં 4, સાબરકાંઠામાં 17 અને પાટણમાં 22 કેસ નોંધાયા હતાં.


કોરોનાને લઈને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો, હાલ સૌથી વધુ કેસ મહેસાણા જિલ્લામાં છે, મહેસાણામાં 559 એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં 28 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે સાબરકાંઠામાં 217 એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં 10 લોકોનાં કોરોનાથી મોત નિપજ્યાં છે. આ ઉપરાંત પાટણમાં 177 એક્ટિવ કેસ છે જ્યારે 40 લોકોનાં મોત નિપજ્યાં છે. બનાસકાંઠામાં 35 એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં 20 લોકોનાં મોત નિપજ્યાં છે. અરવલ્લીમાં 125 એક્ટિવ કેસ છે જ્યારે 24 લોકોનાં મોત નિપજ્યાં છે. આ તમામ માહિતી https://gujcovid19.gujarat.gov.in/ પરથી લેવામાં આવેલ છે.

20/09/2020ના રોજ કઈ જગ્યાએ કેટલા કેસ નોંધાયા

સુરત કોર્પોરેશનમાં -181, સુરતમાં 161, અમદાવાદ કોર્પોરેશનમાં 161, રાજકોટ કોર્પોરેશન - 104, જામનગર કોર્પોરેશન - 105, સુરત-102, વડોદરા કોર્પોરેશન- 98, મહેસાણામાં - 53, રાજકોટ-60, વડોદરા- 42, કચ્છ- 35, પંચમહાલમાં 39, ભાવનગર કોર્પોરેશન -28, બનાસકાંઠા-27, અમરેલીમાં-24, જામનગરમાં 24 નોંધાયા હતા.