ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો યથાવત છે. આજે કોરોના વાયરસના 1407 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 17 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3322 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16240 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધીમાં 103775 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલમાં 92 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 16148 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 123337 પર પહોંચી ગઈ છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત-4, ભાવનગર- 1, ભાવનગર કોર્પોરેશન- 2, ગાંધીનગર - 3, ભાવનગર -1 , રાજકોટ કોર્પોરેશન-1, સુરત કોર્પોરેશન-1 અને જૂનાગઢમાં 1ના મોત સાથે કુલ 17 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં -181, સુરતમાં 161, અમદાવાદ કોર્પોરેશનમાં 161, રાજકોટ કોર્પોરેશન - 104, જામનગર કોર્પોરેશન - 105, સુરત-102, વડોદરા કોર્પોરેશન- 98, મહેસાણામાં - 53, રાજકોટ-60, વડોદરા- 42, કચ્છ- 35, પંચમહાલમાં 39, ભાવનગર કોર્પોરેશન -28, બનાસકાંઠા-27, અમરેલીમાં-24,
જામનગરમાં 24 નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1204 દર્દીઓ સાજા થયા હતા અને 60, 687 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 38, 00,469 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 84.14 ટકા છે.
Gujarat Corona updates: રાજ્યમાં આજે 1407 નવા કેસ, વધું 17 લોકોનાં મોત, કુલ કેસ એક લાખ 23 હજારને પાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Sep 2020 10:21 PM (IST)
રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3322 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં 103775 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -