સમગ્ર ગુજરાતમાં દિવસે ને દિવસે કોરાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે જ્યારે આજે ભાવનગરમાં વધુ બે પોઝિટિવ કેસ આવ્યા છે. યુવકની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની સામે આવી હતી. પાંચ દિવસથી કોરોનાના લક્ષણો દેખાતા બન્નેના રિપોર્ટ કરવામાં આવ્યા હતાં ત્યાર બાદ બન્નેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ભાવનગરમાંમ આજે વધુ બે પોઝિટિવ નોંધાયા છે. 29 વર્ષિય યુવક અને 53 વર્ષના વૃદ્ધને છેલ્લા પાંચ દિવસથી કોરોનાના લક્ષણો દેખાતા બન્નેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ બન્નેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
શહેરના સરદારનગર વિસ્તારના 29 વર્ષિય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવકની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની સામે આવી છે. જ્યારે 52 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પણ પોઝિટિવ નોંધાયો છે.