ધાનેરા: સમગ્ર ગુજરાતમાં લોકડાઉનમાં ગુજરાત સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે ત્યારે પાન-મસાલાની દુકાનો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી તો આવી જ એક ઘટના બનાસકાંઠાના ધાનેરામાં જોવા મળી હતી. બનાસકાંઠાના ધાનેરામાં ગુટકા-બીડીની દુકાનની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જેને લઈને ધાનેરા પોલીસે દુકાનદાર સામે ભીડ ભેગી કરવા બદલ ગુનો નોંધ્યો હતો.
ગુજરાતે સરકારે છૂટછાટ આપ્યા બાદ બનાસકાંઠાના ધાનેરામાં પણ પાન-મસાલાની દુકાનોની બહાર ગુટખા અને બીડી લેવા માટે લોકોએ પડાપડી કરી હતી. આ દરમિયાન લોકોએ સોશિયલ ડિસ્ટન્ટસિંગના નિયમનું પાલન કર્યું નહતું અને તેના ધજાગરા ઉડ્યા હતાં. ગઈકાલે ધાનેરામાં આવેલી ન્યૂ બજરંગ ટ્રેડિંગ નામની દુકારની બહાર ગુટકા અને બીડી લેવા માટે લોકોએ પડાપડી કરી હતી.
દુકાનની બહાર લોકોની ભીડ થતાં જ ધાનેરા પોલીસને જાણ થતાં જ પોલીસ દુકાનની બહાર પહોંચી હતી. તેને લઈને ધાનેરા પોલીસે દુકાનદાર સામે ભીડ ભેગી કરવા બદલ ગુનો નોંધ્યો હતો.
ગુજરાતના ક્યા શહેરમાં ગુટખા-બીડી માટે લાંબી લાઈન લાગતાં દુકાનદાર સામે નોંધાયો ગુનો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 May 2020 10:07 AM (IST)
સમગ્ર ગુજરાતમાં લોકડાઉનમાં ગુજરાત સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે ત્યારે પાન-મસાલાની દુકાનો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી તો આવી જ એક ઘટના બનાસકાંઠાના ધાનેરામાં જોવા મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -