ગુજરાતમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં માત્ર 390 કેસ નોંધાયા હતા અને 3 વ્યક્તિના મોત થયા હતા. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.64 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના ઘટી રહેલા કેસના કારણે મોટાભાગની હોસ્પિટલમાં બેડ ખાલી પડ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 707 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેના કારણે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,50,763 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 4345 એક્ટિવ કેસ છે, જેમાંથી 46 લોકો વેન્ટિલેટર પર અને 4299 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4379 પર પહોંચ્યો છે.
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 92, સુરત કોર્પોરેશનમાં 71, વડોદરા કોર્પોરેશનમાં 64, રાજકોટ કોર્પોરેશનમાં 33, વડોદરામાં 20, સુરતમાં 14, રાજકોટમાં 12, પંચમહાલમાં 9, કચ્છમાં 8, નર્મદામાં 7, ડાંગમાં 6, દાહોદ અને ગીર સોમનાથમાં 5-5, ભરૂચ-ગાંધીનગર-મોરબી-ગાંધીનગર કોર્પોરેશનમાં 4-4 કેસ નોંધાયા હતા.