ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 415 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 29 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે આજે 1114 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 17632 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 1092 થયો છે.
આજે નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદ -279, સુરત- 58, વડોદરા- 32, ગાંધીનગર- 15, મહેસાણા-5, ભાવનગર 4,ભરૂચ 4, દાહોદ 4, ખેડા 3, પંચમહાલ 2, કચ્છ 2, સુરેન્દ્રનગર 2, બનાસકાંઠા, પાટણ, નર્મદા, વલસાડ અને નવસારીમાં 1-1 કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 29 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ-24, અરવલ્લી-2 સુરત, મહેસાણા અને જૂનાગઢમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1092 પર પહોંચ્યો છે.
રાજ્યમાં આજે સૌથી વધુ 1114 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 11894 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ 4646 એક્ટિવ કેસ છે જેમાં 62 વેલ્ટીલેટર પર છે અને 4584 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2 લાખ 21 હજાર 610 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 2,35, 017 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,27,666 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન તથા 7375 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 415 નવા કેસ, 29નાં મોત, કુલ સંક્રમિત 17632
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jun 2020 08:35 PM (IST)
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 415 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 29 દર્દીઓનાં મોત થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -