ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ 64 કેસ અમદાવાદ છે. અમદાવાદમાં કોરોના સંકટ વચ્ચે રાહતરૂપ સમાચાર છે. 23 વર્ષીય યુવતીએ કોરોનાને મ્હાત આપી છે. આ યુવતી 16 દિવસથી SVP હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાને 22 જેટલા દર્દીઓએ મ્હાત આપી છે.
અમદાવાદમાં 64 પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતમાં 17 પોઝિટિવ કેસ, ગાંધીનગરમાં 13,ભાવનગરમાં 13,વડોદરામાં 10,રાજકોટમાં 10, પોરબંદરમાં 3, ગીર સોમનાથ કચ્છ મહેસાણા અને પાટણમાં 2- 2 પોઝિટિવ કેસ, પંચમહાલ છોટાઉદેપુર અને જામનગરમાં 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 18 હજાર 430 વાહન જપ્ત કરાયા છે. સુરત શહેરમાં સૌથી વધુ કડકાઈથી નિયમોનુ પાલન કરાવવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગના મતે અત્યાર સુધીમાં સુરતમાં 1 હજાર 538 ,અમદાવાદમાં 1 હજાર 282 અને અમરેલીમાં 1 હજાર 233 ગુના નોંધાયા છે.