ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત કેસમાં સતત અને ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 4 દિવસથી હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. આજે વધુ 1068 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તેની સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 53,631 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં વધુ 26 લોકોનાં મોત થયા છે જ્યારે રાહતના સમચાર એ છે કે આજે વધુ 872 દર્દીઓ સાજા થયા છે.
આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 216, અમદાવાદ કોર્પોરેશનમાં- 161, સુરત-93, વડોદરા કોર્પોરેશનમાં- 70, રાજકોટ કોર્પોરેશન- 46,ભરૂચ- 30, અમરેલી -26, બનાસકાંઠા -26,સુરેન્દ્રનગર -25, કચ્છ-22, મહેસાણા-22, વડોદરા-22, ભાવનગર કોર્પોરેશન-21, પાટણ-20, ગીર સોમનાથ - 19, નવસારી - 19, ભાવનગર-18, દાહોદ -18, ગાંધીનગર -18, વલસાડ-18, જુનાગઢ કોર્પોરેશન -17, અમદાવાદ- 15, રાજકોટ-13, જુનાગઢ -11, આણંદ- 10, તાપી 10, નર્મદા-9, સાબરકાંઠા -9, બોટાદ-8, ગાંધીનગર કોર્પોરેશન -8, ખેડા-8, પંચમહાલ-8, અરવલ્લી-7, જામનગર કોર્પોરેશન -7, મોરબી -6, જામનગર -5 છોટા ઉદેપુર -2, દેવભૂમિ દ્વારકા 2, મહિસાગર -2 અને પોરબંદરમાં 1 કેસ સામે આવ્યો છે.
આરોગ્ય વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 26 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 6, સુરત- 6, અમદાવાદ કોર્પોરેશન -3, કચ્છ-3, વડોદરા કોર્પોરેશન -3, ગાંધીનગર, જામનગર કોર્પોરેશન, મહેસાણા, રાજકોટ અને તાપીમાં એક- એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2283 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.
રાજ્યમાં હાલ 12518 એક્ટિવ કેસ છે, જેમાંથી 83 વેલ્ટીલેટર પર છે અને 12435 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 38830 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 6,06,718 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Coronavirus: રાજ્યમાં આજે કોરોનાના નવા 1068 કેસ, વધુ 26નાં મોત, કુલ પોઝિટિવ કેસ 53,631
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jul 2020 08:05 PM (IST)
રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 53,631 થઈ ગઈ છે, જેમાંથી અત્યાર સુધી કુલ 38830 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -