ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે કોરોનાના વધુ 1087 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 2448 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,299 એક્ટિવ કેસ છે, જ્યારે 59522 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 71 દર્દી વેન્ટીલેટર પર છે અને 14228 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 76,569 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 4, જામનગર કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશન 2, ગાંધીનગર, સુરત અને વડોદરા કોર્પોરેશન એક-એક દર્દીના મોત સાથે કુલ 18 લોકોના મોત થયા છે.
ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 168, અમદાવાદ કોર્પોરેશનમાં 149, વડોદરા કોર્પોરેશનમાં 89, સુરતમાં 64, રાજકોટ કોર્પોરેશનમાં 63, જામનગર કોર્પોરેશનમાં 51, પંચમહાલ 40, રાજકોટ- 36, અમરેલી-29, ગાંધીનગર-24, ગીર સોમનાથ-24, મહેસાણા-24, ભરુચ- 23, દાહોદ-23, જુનાગઢ-22, સ કચ્છ-22, મોરબી, ભાવનગર કોર્પોરેશન 18, વડોદરા-18, જુનાગઢ કોર્પોરેશન- 17, બનાસકાંઠા- 15, ગાંધીનગર કોર્પોરેશન- 14, પાટણ - 13, સુરેન્દ્રનગર-13, અમદાવાદ- 12, આણંદ- 12, નવસારી-10, વલસાડ-9, સાબરકાંઠા- 8, ખેડા-7, નર્મદા-7, ભાવનગર-6, બોટાદ-6, છોટા ઉદેપુર-6, જામનગર-5, તાપી- 5, મહીસાગર-4, પોરબંદર 4, અરવલ્લી-3 અને દેવભુમિ દ્વારકામાં 3 કેસ સામે આવ્યા છે.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1071 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં આજે 51,225 ટેસ્ટ કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં 12,11, 047 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,93,602 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,92,647 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 989 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.