ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડ 1108 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 24 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 57982 થઈ ગઈ છે. જ્યારે આજે વધુ 1032 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 42412 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કોરોના વાયરસથી કુલ મૃત્યુઆંક 2372 પર પહોંચ્યો છે.

આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 199, અમદાવાદ કોર્પોરેશનમાં- 147, સુરત 94, વડોદરા કોર્પોરેશનમાં-75, રાજકોટ કોર્પોરેશન- 49, દાહોદ 38, ગાંધીનગર 35, બનાસકાંઠા- 34, સુરેન્દ્રનગર 32, રાજકોટ 30, અમરેલી 26, જામનગર કોર્પોરેશન 22, નવસારી 21, ભાવનગર 20, મહીસાગર 20, ભરૂચ 19, પંચમહાલ 19, ભાવનગર કોર્પોરેશન 18, મહેસાણા 18, પાટણ 18, વલસાડ 18, નર્મદા 16, વડોદરા 16, ગીર સોમનાથ 15, ખેડા 13, આણંદ 11, જૂનાગઢ કોર્પોરેશન 11, કચ્છ 10, અમદાવાદ 9, ગાંધીનગર કોર્પોરેશન 9, મોરબી 9, બોટાદ 8, સાબરકાંઠા 8, તાપી 6, જૂનાગઢ 5, જામનગર 4, પોરબંદર 4 અને અરવલ્લીમાં 2 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગ અનુસાર, આજે વધુ 24 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 7, સુરતમાં 5, અમદાવાદ કોર્પોરેશન -4, ભાવનગર કોર્પોરેશન -2, રાજકોટ 2, ગાંધીનગર 1, જામનગર 1 જામનગર કોર્પોરેશન 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2372 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.

રાજ્યમાં હાલ 13198 એક્ટિવ કેસ છે, જેમાંથી 87 વેલ્ટીલેટર પર છે અને 13111 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 42412 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 6,90,092 ટેસ્ટ કરવામાં આવ્યા છે.