ગાંધીનગર: રાજ્યમાં આજે કોરોના વાયરસના વધુ 1325 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર પહોંચી છે. રાજ્યમાં આજે વધુ 16 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3064 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 1126 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 80.88 ટકા છે.
સુરત કોર્પોરેશનમાં આજે નવા 179 કેસ નોંધાયા છે, જ્યારે 253 દર્દીઓ સ્વસ્થ થયા છે. જામનગર કોર્પોરેશનમાં આજે 97 નવા કેસ નોંધાયા છે, તેની સામે 102 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજકોટમાં 40 નવા કેસ નોંધાયા છે, જ્યારે 125 દર્દીઓ સ્વસ્થ થયા છે. વડોદરા કોર્પોરેશનમાં 86 નવા કેસ નોંધાયા છે, જ્યારે 99 દર્દી સ્વસ્થ થયા છે. વડોદરામાં 37 નવા કેસ નોંધાયા છે, જ્યારે 99 દર્દીઓ સ્વસ્થ થયા છે.
રાજ્યમાં હાલ 16131 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી 81180 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 16042 લોકો સ્ટેબલ છે.
Coronavirus: રાજ્યમાં આજે 1126 દર્દીઓએ આપી કોરોનાને મ્હાત, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Sep 2020 10:28 PM (IST)
રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર પહોંચી છે. રાજ્યમાં આજે વધુ 16 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3064 પર પહોંચ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -