ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં વધુ 1136 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 24 દર્દીઓનું કોરોનાથી મોત થયું છે. નવા કેસ સાથે કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 62,574 પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 2465 પર પહોંચ્યો છે. આજે વધુ 875 દર્દીઓ સાજા થયા છે. તેની સાથે અત્યાર સુધીમાં કુલ 45782 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 214, અમદાવાદ કોર્પોરેશનમાં- 138, વડોદરા કોર્પોરેશનમાં- 76, રાજકોટ કોર્પોરેશન- 55, સુરત-48, મહેસાણા- 46, જામનગર કોર્પોરેશન-40, ગીર સોમનાથ-37, જુનાગઢ કોર્પોરેશન- 32, રાજકોટ-32, દાહોદ-30, સુરેન્દ્રનગર- 29, ભાવનગર-28, ગાંધીનગર- 20, ખેડા-20, કચ્છ-20, નર્મદા-19, વડોદરા-19, બનાસકાંઠા-17, વલસાડ-17, ભરૂચ-16, ભાવનગર કોર્પોરેશન-16, મોરબી-16, પાટણ-14, બોટાદ- 13, આણંદ-12, સાબરકાંઠા-12, અમરેલી-11, મહીસાગર-11, નવસારી-11, જુનાગઢ-10, પોરબંદર-10, ગાંધીનગર કોર્પોરેશન-9, પંચમહાલ-9, અમદાવાદ-8, છોટા ઉદેપુર-7, દેવભૂમિ દ્વારકા-4, અરવલ્લી-3, ડાંગ-2, જામનગર-2 અને અન્ય રાજ્યના 3 કેસ સામે આવ્યા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આજે વધુ 24 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશન -4, સુરતમાં 4, મહેસાણા-2, વડોદરા કોર્પોરેશનમાં- 2, જુનાગઢ કોર્પોરેશન, નવસારી, પાટણ અને પોરબંદરમાં એક-એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2465 લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે.
રાજ્યમાં હાલ 14327 એક્ટિવ કેસ છે, જેમાંથી 78 વેલ્ટીલેટર પર છે અને 14249 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 45782 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 7,91,080 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ 73.16 ટકા છે.
Coronavirus: રાજ્યમાં આજે 1136 નવા કેસ નોંધાયા, વધુ 24નાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Aug 2020 07:01 PM (IST)
રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને સાડા 62 હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 45 હજારથી વધુ લોકો સંક્રમણમાંથી સાજા થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -