રાજ્યમાં રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે અને હાલ રિકવરી રેટ 80.48 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 73,501 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 14,864 એક્ટિવ કેસ છે, જેમાંથી 91 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,773 લોકો સ્ટેબલ છે.
અમદાવાદ કોર્પોરેશનમાં આજે 169 નવા કેસ નોંધાયા હતા. તેની સામે 130 લોકો ડિસ્ચાર્જ થયા હતા. સુરત કોર્પોરેશનમાં 143 કેસ નોંધાયા છે, જ્યારે 141 દર્દી ડિસ્ચાર્જ થયા છે. સુરતમાં 89 કેસ નોંધાયા છે જ્યારે 82 દર્દી ડિસ્ચાર્જ થયા છે. વડોદરા કોર્પોરેશનમાં 108 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જામનગર કોર્પોરેશનમાં 95 લોકો, વડોદરામાં 105 લોકો અને રાજકોટમાં 42 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અન્ય જિલ્લાઓની સંખ્યા મળીને આજે કુલ 1193 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.