ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમિત નવા કેસમાં ઘાટાડો આવી રહ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,38,205 પર પહોંચી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 958 કેસ નોંધાયા હતા અને વધુ 6 લોકોના મૃત્યુ થયું હતું. જો કે, રાજ્યમાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા કેસ કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધી રહી છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1309 દર્દી સાજા થયા હતા હતા. આ સાથે અત્યાર સુધી કુલ 2,22,911 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં હાલ 11040 એક્ટિવ કેસ છે.


રાજ્યમાં રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે, રાજ્યમાં રિકવરી રેટ 93.58 ટકા છે. સાથે મૃત્યુદર પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4254 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના 92,17,823 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા 24 કલાકમાં 54,843 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.


આજે ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 195, સુરત કોર્પોરેશનમાં 123 , વડોદરા કોર્પોરેશનમાં 96, રાજકોટ કોર્પોરેશનમાં 97, સુરતમાં- 34, ખેડા-33, વડોદરા-32, મહેસાણા-31,
રાજકોટ-29, કચ્છ-24, દાહોદ-23, ગાંધીનગર-19, સાંબરકાંઠા-17 અને સુરેન્દ્રનગરમાં-16 કેસ નોંધાયા હતા.