ગાંધીનગર : રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાનજક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 394 કેસ સામે આવ્યા છે અને વધુ 29 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 243 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 14063 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 858 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી.

આજે નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદમાં 279, સુરત 35, વડોદરા 30, ગાંધીનગર-11, ભાવનગર-1, આણંદ-1, રાજકોટ-5, અરવલ્લી-1, મહેસાણા-2, પંચમહાલ-2, મહીસાગર-2, ખેડા-3, જામનગર-1, સાબરકાંઠા-14, દાહોદ-4, વલસાડ-1 અને અન્ય રાજ્યના 2 કેસ સામે આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 29 લોકોનાં મોત થયા છે. જેમાંથી 8 નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 21નાં મોત કોરોના તથા કોમોબીડીટી, હાઈરીસ્ક જેવી અન્ય બીમારીના કારણે થયા છે. આજે કોરોનાથી અમદાવાદમાં 28 અને સુરતમાં 1 મોત થયું છે.

અત્યાર સુધી નોંધાયેલ કુલ કેસ પૈકી 67 દર્દી વેન્ટિલેટર પર છે અને 6726 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 6412 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 182869 ટેસ્ટ થયા જેમાંથી 14063 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.