ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 549 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 26 દર્દીઓનાં મોત થયા છે અને 604 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 28429 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1711 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 20521 દર્દી સાજા થયા છે.


આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 230, સુરત કોર્પોરેશનમાં 152, વડોદરા કોર્પોરેશનમાં 38, સુરતમાં 23, જામનગર કોર્પોરેશનમાં 11, ભરૂચમાં 11, ગાંધીનગરમાં 8, નર્મદા 6, અમદાવાદમાં 5, મહેસાણામાં 5, ભાવનગરમાં 5, વડોદરામાં 4, મહીસાગરમાં 4, પંચમહાલમાં 4,કચ્છ 4, વલસાડ 4, નવસારી 4, ભાવનગર કોર્પોરેશન 3, ગીર સોમનાથ 3, સુરેન્દ્રનગર 3, ગાંધીનગર કોર્પોરેશન 2, સાબરકાંઠા 2, આણંદ 2, પાટણ 2, બોટાજ 2, છોટા ઉદેપુર 2, રાજકોટ કોર્પોરેશન 1, રાજકોટમાં 1, અરવલ્લીમાં 1, ખેડામાં 1, જામનગરમાં1, દાહોદમાં 1, અમરેલીમાં 1 અને અન્ય રાજ્ય 3 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 26 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 13, સુરત કોર્પોરેશનમાં 5, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, અમદાવાદ 2, સુરત 1, ગાંધીનગર 1, દેવભૂમિ દ્વારકા 1, અમરેલી 1 અને પાટણમાં 1 મોત થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1711 લોકોનાં મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 20521 દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલ 6197 એક્ટિવ કેસ છે, જેમાંથી 62 વેલ્ટીલેટર પર છે અને 6135 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,34, 326 ટેસ્ટ કરવામાં આવ્યા છે.