કચ્છમાં BSFના ચાર જવાનને કોરોના પોઝીટીવ, જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 119 પોઝીટીવ કેસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Jun 2020 06:53 PM (IST)
ભૂજ BSF કેમ્પમાં રહેતા ચાર BSFના જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
ભૂજ: કચ્છથી સૌથી મોટા ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભૂજ BSF કેમ્પમાં રહેતા ચાર BSFના જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. BSFના જવાનોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગે જવાનોના સંપર્કમાં આવેલા સાથી જવાનોના આરોગ્યની તપાસ શરૂ કરી છે. બીએસએફ જવાનોના વધુ ચાર કેસ સામે આવતા કચ્છમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 119 પર પહોંચી છે. આવતીકાલે પણ કચ્છમાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો. રાજ્યમાં સોમવારે કોરોનાના 563 નવા કેસ નોંધાયા હતા, જ્યારે વધુ 21 દર્દીઓનાં મોત થયા હતા અને 560 દર્દીઓ સારવાર બાદ સાજા થયા હતા.