રિકવરી રેટ 95.79 ટકા છે. રાજ્યમાં મૃત્યુદરમાં પણ ઘટાડો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 4365 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 6400 એક્ટિવ કેસ છે, રાજ્યમાં હાલ 56 દર્દી વેન્ટીલેટર પર છે અને 6347 લોકો સ્ટેબલ છે.
રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,70,200 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં સતત ચોથા દિવસે 600થી ઓછા કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે.