ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 915 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 43 હજારને પાર પહોંચી છે. જ્યારે આજે વધુ 14 લોકોનાં મોત થયા છે અને 749 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં મૃત્યુઆંક 2071 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કુલ 30555 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કોરોના સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 43723 પર પહોંચી છે.
આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 221, અમદાવાદ કોર્પોરેશનમાં-154, સુરત -70, વડોદરા કોર્પોરેશનમાં-56, ભાવનગર કોર્પોરેશન -33, સુરેન્દ્રનગર 31, ભરૂચ 28, બનાસકાંઠા 21, મહેસાણા 21, વડોદરા 20, દાહોદ 19, રાજકોટ કોર્પોરેશન 17, ખેડા 15, ગાંધીનગર 14, વલસાડ 14,અમદાવાદ 13, જામનગર કોર્પોરેશન 13, જૂનાગઢ 13, ભાવનગર 12, ગાંધીનગર કોર્પોરેશન 12, જૂનાગઢ કોર્પોરેશન 12, આણંદ 10, નવસારી 10, મહીસાગર 9, પાટણ 9, પંચમહાલ 8, સાબરકાંઠા 8, ગીર સોમનાથ 7, કચ્છ 7, રાજકોટ 7, તાપી 7, જામનગર 5, મોરબી 5, નર્મદા 4, છોટા ઉદેપુર 3, અમરેલી 2, બોટાદ 2, પોરબંદર 2 અને અરવલ્લીમાં 1 કેસ નોંધાયો છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન - 3 , સુરત કોર્પોરેશન 3, વડોદરા કોર્પોરેશન 3, સુરત 2, બનાસકાંઠા 1, ભાવનગર 1 અને ગાંધીનગર કોર્પોરેશનમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2071 પર પહોંચ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 30555 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 11097 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 વેલ્ટીલેટર પર છે અને 11026 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,78, 367 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 915 નવા કેસ, વધુ 14નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 43723
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jul 2020 08:04 PM (IST)
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 915 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 43 હજારને પાર પહોંચી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -