રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,46,513 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 741 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 5 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4314 પર પહોંચ્યો છે.
રાજ્યમાં રિકવરી રેટ સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર હાલમાં 94.41 ટકા છે. સાથે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં હાલ 9477 એક્ટિવ કેસ છે.