રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,47,228 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 715 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 4 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4318 પર પહોંચ્યો છે.
રાજ્યમાં આજે કુલ 938 દર્દી સાજા થયા હતા અને 51,384 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 98,10,664 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.51 ટકા છે. રાજ્યમાં હાલ 9250 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,33,660 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 9189 લોકો સ્ટેબલ છે.