ગુજરાત સરકારે કોરોના નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. લગ્નમાં ખુલ્લા અથવા બંધ સ્થળ પર 400 લોકોને મંજૂરી આપવામાં આવી છે. રેસ્ટોરન્ટ 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. સિનેમાહોલ 100 ટકા ખુલ્લા રાખી શકશે. જિમમાં 75 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખશે. અંતિમ ક્રિયા માટે 100 લોકોની મંજુરી આપવામાં આવી છે. ધોરણ 9 થી pg કોર્સ સુધીના ટ્યુશન કલાસ માટે 50 ટકા વિદ્યાર્થીઓને છૂટ આપવામાં આવી છે. સ્ટેડિયમ પ્રેક્ષકો વગર ચાલુ રાખી શકશે.
હવે રાજ્યમાં 8 મનપા વિસ્તારોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે પણ તેમાં મોટી રાહત આપવામાં આવી છે. સરકારે કેટલાક નિયત્રણોમાં આંશિક છૂટછાટ આપી છે. હવે રાતે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.
આ પહેલા જાહેર કરેલી માર્ગદર્શિકામાં સિનેમા હોલને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. પહેલા 50%ની ક્ષમતા સાથે ચાલતા સિનેમા ઘરો હવે 100 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. ગુજરાત સરકારે મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખી કોરોના નિયંત્રણો હળવા કરવા માટે વિચારણા કરી છે.
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના નવો વેરિઅન્ટને લઈ ચિંતાનો માહોલ છે. વર્તમાન કોરોના રસી આ વેરિઅન્ટ સામે કામ કરશે કે નવી વેક્સિન બનાવવી પડશે તેની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન ફાર્મા કંપની મોડર્ના ઈંકે કહ્યું કે, કોરોના વાયરસના ઓમિક્રોન સ્ટ્રેન સામે લડવા નવી રસીની જરૂર પડશે તો 2022ની શરૂઆતમાં તૈયાર થઈ શકે છે. કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને જૂના ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ધારે ખતરનાક માનવામાં આવી રહ્યો છે અને તેની સામે હાલની વેક્સિન અસર નહીં કરે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં મોડર્નાનું ઈંકનું આ નિવેદન વિશ્વની ચિંતાને થોડી હળવી કરનારું છે.
વાયરસનું નવું સ્વરૂપ લગભગ 14 દેશોમાં પહોંચી ગયું છે. તમામ પ્રયાસો છતાં આ દેશોમાં આ વાયરસ ફેલાઈ ગયો છે. ઘણા દેશોએ તેના આગમન પહેલા પોતપોતાના સ્થળોએ એલર્ટ જારી કરી દીધા છે. દુનિયાએ ડેલ્ટા વેરિઅન્ટનું તાંડવ જોયું છે. આવી સ્થિતિમાં તમામ દેશો ખાસ સાવચેતી રાખી રહ્યા છે. ઓમિક્રોન વેરિઅન્ટને જોતા, યુએસ સરકારના ટોચના તબીબી સલાહકાર, એન્થોની ફૌસીએ વાયરસના નવા વેરિઅન્ટને ખતરાની ઘંટી ગણાવી ચૂક્યા છે. વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનનો પ્રથમ કેસ ગયા અઠવાડિયે દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો.