અમરેલી: ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે જ્યારે કોરોનાના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં શનિવારે છ નવા કેસ નોંધાયા હતાં. આ સાથે રાજ્યમાં covid 19થી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે. કોરોના વાયરસનાં ડરનાં કારણે લોકો શહેરો છોડીને ગામ તરફ ભાગી રહ્યાં છે. આ બધાં સમાચારો વચ્ચે અમરેલીમાંથી હટકે માહિતી સામે આવે છે. અહીં એક કપલે કોરોના વાયરસને લઈને એક જબરદસ્ત પ્રિ-વેડિંગ શૂટ કરાવ્યું છે. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જોકે આ અંગે અમે પૃષ્ટિ કરતા નથી.

એક ગુજરાતી વેબસાઈટના માધ્યમથી જાણવા મળ્યું હતું કે, અરેલીમાં એક કપલે કોરોના પ્રિ-વેડિંગ ફોટો શૂટ કરાવ્યું છે જેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ પ્રે-વેડિંગ ફોટોશૂટમાં ભાવિ દુલ્હા અને દુલ્હને કોરોના વાયરસને કારણે મોં પર માસ્ક પહેરી રાખ્યું હતું.



આ ફોટોશૂટમાં કોરોનાનાં કારણે અમરેલીના બજાર બંધ જોવા મળી રહ્યાં હતાં. મોં પર માસ્ક પહેરીને આ કપલ સમજાવવા માંગે છે કે, કોરોના વાયરસને ગંભીરતાથી લો. આ લોકોની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ છે.



નોંધનીય છે કે, કોરોના વાયરસે ધીમે ધીમે સમગ્ર વિશ્વને પોતાના ચપેટમાં લઈ લીધું છે. ત્યારે ભારતમાં પણ હવે ધીમે ધીમે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. આ સાથે ગુજરાતમાં પણ કોરોના વાયરસ પોઝિટિવ કેસ વધવા લાગ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.