અમદાવાદઃ ગુજરાતમાં પણ કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે ત્યારે ગુજરાતમાં 14 કેસ પોઝિટિવ સામે આવ્યા છે જેને લઈને સરકાર સહિતના અધિકારીઓ એલર્ટ થઈ ગયા છે. આજે ગુજરાત સરકાર મહત્વની જાહેરાત કરી હતી. ગુજરાત સરકારે આગામી 25 તારીખ સુધી અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા લોકડાઉનનો સરકારે નિર્ણય કર્યો છે. ત્યારે 22 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘જનતા કરફ્યુ’ની અપીલ કરી હતી. જોકે એક દિવસ પહેલાં જ લોકોએ ‘જનતા કરફ્યુ’ને સમર્થન આપ્યું હતું.



ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા આગામી 25 તારીખ સુધી લોકડાઉનનો સરકારે નિર્ણય કર્યો છે. જોકે આ ચાર મહાનગરોમાં તબીબી સેવા, શાકભાજી અને કરિયાણા જેવી જરૂરી ચીજ વસ્તુઓ સિવાય તમામ વેપાર બંધા રહેશે. લોકોએ પડાપડી કરવી નહીં તેવી પણ ગુજરાતે સરકારે અપીલ કરી હતી.



ગુજરાત સરકારની કચેરીમાં, બોર્ડ નિગમોમાં, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કામ કરતા તમામ અધિકારીઓના માત્ર 50 ટકા અધિકારીઓ જ 29મી માર્ચ સુધી હાજર રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની માહામારી સામે લડવા સરકારે અમદાવાદમાં 1200 બેડ, સુરતમાં 500 બેડ, રાજકોટમાં 250 બેડ, વડોદરા 250 બેડના આઇસોલેશન વોર્ડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિના સારવાર માટે તાત્કાલિક સુવિધા ઊભી કરવામાં આવી છે.



આ ઉપરાંત અન્ય આવશ્યક સેવાઓ જેવી કે, મ્યુનિસિપલ કોર્પોરેશન, પંચાયત સેવાઓ, વીજળી સેવા, વીમા કંપની, ઇન્ટરનેટ, ટેલિફોન અને આઇ.ટી. સંબંધિત સેવા, બેન્ક, એ.ટી.એમ., બેન્કના ક્લિયરીંગ હાઉસ તથા સ્ટોક એક્ષચેન્જ અને તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન ચાલુ રહેશે.



મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં સર્જાયેલી કોરોના વાયરસની પરિસ્થિતીની ઉચ્ચસ્તરીય કોર કમિટીની બેઠકમાં સમીક્ષા કરી હતી. કોરોના વાયરસનો વ્યાપ સામાન્યત: બીજા અને ત્રીજા સ્ટેજમાં વધતો હોવાનો ટ્રેન્ડ વિશ્વમાં જોવા મળ્યો છે તે સંદર્ભમાં ગુજરાતમાં તેનો વ્યાપ વધુ ફેલાતો અટકાવવાની તકેદારી-સતર્કતા રૂપે આ બેઠકમાં કેટલાક અતિ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.



આ ઉપરાંત અન્ય આવશ્યક સેવાઓ જેમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, પંચાયત સેવાઓ, વીજળી સેવા, વીમા કંપની, ઇન્ટરનેટ, ટેલિફોન અને આઇ.ટી. સંબંધિત સેવા, બેન્ક, એ.ટી.એમ., બેન્કના ક્લિયરીંગ હાઉસ તથા સ્ટોક એક્ષચેન્જ અને તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન ચાલુ રહેશે. આ સિવાય અન્ય અતિ આવશ્યક સેવાઓ જેવી કે, રેલવે, ટ્રાન્સપોર્ટ સેવા, પેટ્રોલ પંપ, પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થા તંત્ર તથા મીડીયા સમાચારપત્રો, ખાદ્ય પદાર્થો અને ખાદ્ય સામગ્રી, દવાઓ, પેસ્ટકંટ્રોલ, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા તથા તેને લગતા ઇ-કોમર્સ સાથે સંકળાયેલી દુકાનો-સંસ્થાઓ જ ચાલુ રહેશે.