ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 70 હજારની નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1101 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 23 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 69986 પર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 2629 પર પહોંચ્યો છે. આજે વધુ 1135 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 52827 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોપોરેશન 182, અમદાવાદ કોપોરેશન 139, વડોદરા કોપોરેશન 92, રાજકોટ કોપોરેશન 68, સુરત 44, જામનગર કોપોરેશન-41, અમરેલી-33,પંચમહાલ- 31, મહેસાણા 30, ભાવનગર કોપોરેશન -28, દાહોદ -27, ગીર સોમનાથ 26, રાજકોટ 25, કચ્છ 22, સુરેન્દ્રનગર -21, વડોદરા 21, ગાંધીનગર 20, મોરબી 20, અમદાવાદ 19, ભાવનગર-19, પાટણ-19, જુનાગઢ કોપોરેશન -17, વલસાડ -17, જુનાગઢ -15, જામનગર -13, ભરૂચ -11, નર્મદા- 11, ગાંધીનગર કોપોરેશન -10, ખેડા-10, આણંદ-9, બોટાદ -9, મહીસાગર-9, છોટા ઉદેપુર-8, સાબરકાંઠા-8, નવસારી-7, બનાસકાંઠા-5, પોરબંદર -5, દેવભૂમી દ્વારકા-4, અરવલ્લી-3, તાપી-2 અને ડાંગમાં- 1 કેસ નોંધાયો છે.
આરોગ્ય વિભાગ અનુસાર, આજે વધુ 23 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં સુરત કોર્પોરેશનમાં-6, અમદાવાદ કોર્પોરેશન 5,સુરતમાં 4, જુનાગઢ-2, કચ્છ-2, વડોદરા કોર્પોરેશન-2, અમરેલી-1, અને ગાંધીનગર કોર્પોરેશમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2629 લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ચૂક્યા છે.
રાજ્યમાં હાલ 14530 એક્ટિવ કેસ છે, જેમાંથી 82 વેલ્ટીલેટર પર છે અને 14448 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 52827 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 9,56,645 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રિકવર રેટ 75.48 ટકા છે.
Covid-19: રાજ્યમાં આજે વધુ 1101 નવા કેસ નોંધાયા, 23 દર્દીનાં મોત, કુલ પોઝિટિવ કેસ 69986
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Aug 2020 07:42 PM (IST)
રાજ્યમાં અત્યાર સુધી 2629 લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ચૂક્યા છે. અને અત્યાર સુધી કુલ 52827 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -