ગાંધીનગર : રાજ્યમાં આજે અત્યાર સુધીના સૌથી વધુ 624 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 19 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં આજે 391 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 31397 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1809 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 22808 દર્દીઓ સાજા થયા છે.
આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 198, સુરત કોર્પોરેશનમાં 174, વડોદરા કોર્પોરેશનમાં 44, વલસાડ 36, અમદાવાદ 13, પાટણ 11, ગાંધીનગર 10, કચ્છ 10, સુરેન્દ્રનગર 10, અમરેલી 10, સુરત 8, મહેસાણા 8, બનાસકાંઠા 7, ભરૂચ 7, રાજકોટ કોર્પોરેશન 6, ખેડા 6, જૂનાગઢ 6, ભાવનગર 5, જૂનાગઢ કોર્પોરેશન 4, રાજકોટ 4, અરવલ્લી 4, નવસારી 4, મોરબી 4, ભાવનગર કોર્પોરેશન 3, સાબરકાંઠા 3, આણંદ 3, બોટાદ 3, જામનગર કોર્પોરેશન 2, પંચમહાલ 2, પોરબંદર 2, ગાંધીનગર કો4પોરેશન 1, ગીર સોમનાથ 1, નર્મદા 1, તાપી 1 અને અન્ય રાજ્ય 13 કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 19 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 13, સુરત કોર્પોરેશનમાં 1, સુરતમાં 2, ગાંધીનગર, અરવલ્લી અને ભરૂચમાં એક-એક દર્દીનું મોત થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1809 લોકોનાં કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 22808 દર્દીઓ સારવાર બાદ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલમાં 6780 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 વેલ્ટીલેટર પર છે અને 6709 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,63, 306 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Coronavirus: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 624 નવા કેસ, 19નાં મોત, કુલ પોઝિટિવ કેસ 31397
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jun 2020 07:54 PM (IST)
રાજ્યમાં આજે અત્યાર સુધીના સૌથી વધુ 624 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 19 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં આજે 391 દર્દીઓ સાજા થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -