ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના વધુ 626 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 19 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં આજે 440 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં હાલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 32023 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1828 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 23248 દર્દીઓ સાજા થયા છે.
આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 222, સુરત કોર્પોરેશનમાં 185, વડોદરા કોર્પોરેશનમાં 47, સુરત 21, અમદાવાદ 14, પાટણ 20, રાજકોટ 11, આણંદ 11, મહેસાણા 10, અમરેલી 10, સુરેન્દ્રનગર 9, ભરૂચ 8, અન્ય રાજ્ય 8, ખેડા 7, જામનગર કોર્પોરેશન 6, અરવલ્લી 6, ભાવનગર કોર્પોરેશન 6, વડોદરા 3, પંચમહાલ 3, ગીર સોમનાથ 3, રાજકોટ કોર્પોરેશન 2, ગાંધીનગર 2, કચ્છ 2, જૂનાગઢ 2, નવસારી 2, દેવભૂમિ દ્વારકા 2, જૂનાગઢ કોર્પોરેશન 1, ભાવનગર 1, બનાસકાંઠા 1, સાબરકાંઠા 1, બોટાદ 1 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 19 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 2, સુરતમાં 2, સુરેન્દ્રનગર 2, બનાસકાંઠા 1, રાજકોટ 1, ખેડા 1 અને અમરેલીમાં એક દર્દીનું મોત થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1828 લોકોનાં કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 23248 દર્દીઓ સારવાર બાદ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલમાં 6947 એક્ટિવ કેસ છે, જેમાંથી 63 વેલ્ટીલેટર પર છે અને 6884 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,67, 739 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Coronavirus: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 626 નવા કેસ, 19નાં મોત, કુલ પોઝિટિવ કેસ 32 હજારને પાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jun 2020 08:01 PM (IST)
રાજ્યમાં આજે કોરોનાના વધુ 626 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 19 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં આજે 440 દર્દીઓ સ્વસ્થ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -