ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 965 કેસ નવા કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 48441 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 20 લોકોનાં મોત થયા છે અને 877 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 34882 દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે.


આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 206, અમદાવાદ કોર્પોરેશનમાં- 186, સુરત -79, વડોદરા કોર્પોરેશનમાં-67 , રાજકોટ કોર્પોરેશન 38, અમદાવાદ-26, ભાવનગર કોર્પોરેશન 25, ગાંધીનગર 24, મહેસાણા 22, બનાસકાંઠા 21, દાહોદ 19, કચ્છ 19, ભરૂચ 18, પંચમહાલ 16, સુરેન્દ્રનગર 15, પાટણ 14, વલસાડ 14, અમરેલી 13, જુનાગઢ કોર્પોરેશન- 13, ખેડા-12, તાપી 12, વડોદરા 12, નવસારી 11, રાજકોટ 11, ભાવનગર 10, સાબરકાંઠા-10, મોરબી 9,આણંદ 7, જામનગર કોર્પોરેશન-7, ગાંધીનગર કોર્પોરેશન -6, મહીસાગર-5, અરવલ્લી-4, જામનગર 3, નર્મદા 3, બોટાદ 2, ગીર સોમનાથ 2, જુનાગઢ 2, છોટા ઉદેપુર 1 અને પોરબંદરમાં એક કેસ સામે આવ્યો છે.

આરોગ્ય વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 20 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત નિપજ્યું છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન -6, સુરત કોર્પોરેશનમાં 6, સુરત-3, દાહોદ 2, ભાવનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1 અને જામનગરમાં 1 મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2147 પર પહોંચ્યો છે.

રાજ્યમાં હાલ 11412 એક્ટિવ કેસ છે, જેમાંથી 69 વેલ્ટીલેટર પર છે અને 11343 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 34882 દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 5,36, 620 ટેસ્ટ કરવામાં આવ્યા છે.