સુરતના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના નવા 85 કેસ નોંધાયા હતા જેમાં સૌથી વધુ 20 કેસ કામરેજમાં નોંધાયા હતા જ્યારે ચોર્યાસીમાં 13, મહુવામાં 4, ઓલપાડમાં 14, માંગરોળમાં 11, પલસાણામાં 6 અને બારડોલીમાં 13 કેસ નોંધાયા હતા. આ સાથે સુરત ગ્રામ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1 હજાર 771 પર પહોંચ્યો હતો.
સુરતની જેમ રાજકોટમાં પણ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. રાજકોટમાં કોરોનાના આજે અત્યાર સુધીમાં નવા 29 કેસ નોંધાયા હતા. જ્યારે આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ ત્રણ દર્દીઓના મોત થયા હતા. વર્ધમાનનગરમાં રહેલા 65 વર્ષીય વૃદ્ધ, ગાયત્રીનગરમાં રહેલા 50 વર્ષીય મહિલા અને સુરેંદ્રનગરમાં રહેતા એક વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસનો આંક 604 પહોંચ્યો છે જ્યારે 292 દર્દીઓ સારવાર હેઠળ છે.