કેટલા લોકો છે ક્વોરન્ટાઈન
રાજ્યમાં 5 લાખથી વધુ લોકો ક્વોરન્ટાઈન છે. રાજ્યમાં કુલ 5,06,392 વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,06,271 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન અને 121 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરતમાં 1 મળી કુલ 3 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 142, સુરત કોર્પોરેશનમાં 102, વડોદરા કોર્પોરેશનમાં 102, રાજકોટ કોર્પોરેશનમાં 49, કચ્છમાં 23, વડોદરામાં 28, દાહોદામા 26, સુરતમાં 22, નર્મદામાં 15, ગાંધીનગરમાં 13, ખેડામાં 13, ભરૂચમાં 12, મોરબીમાં 12, ભાવનગર કોર્પોરેશનમાં 11, ગાંધીનગર કોર્પોરેશનમાં 11 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 898 દર્દી સાજા થયા હતા અને 47,995 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 98,58,659 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.61 ટકા છે.