અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે (Coronavirus Second Wave) કાળો કેર વર્તાવ્યો છે અને આ લહેરની અસર અતિ તીવ્ર છે. કોરોના વાયરસના નવા સ્ટ્રેનમાં (Coronavirus New Strain) કોરોના રોગનાં લક્ષણો બદલાયાં હોવાથી લોકો અને ઘણા કેસોમાં ડોક્ટરો કોરોનાને ઓળખી શકવામાં થાપ ખાઈ રહ્યા છે ત્યારે કોરોવના વાયરસનાં નવાં લક્ષણો અંગે જાણવું જરૂરી છે. મેડિકલ નિષ્ણાતો કોરોનાનાં નવાં લક્ષણો અંગે વારંવાર ચેતવણીઓ આપી રહ્યા છે તેના પરતી એવા પણ સંકેત મળે છે કે, કોરોના વાયરસના કારણે કોરોનાનાં લક્ષણ પણ ઝડપથી બદલાઈ રહ્યું છે.
- મેડિકલ નિષ્ણાતોના મતે, કોરોના વાયરસના નવા સ્ટ્રેઈનના કારણે થતા કોરોનાના રોગમાં હવે અશક્તિ લાગવી, નબળાઈ અનુભવવી, તાવ આવવો, ગળું પકડાઈ જવું જેવાં નવાં લક્ષણો જોવા મળે છે.
- આ ઉપરાંત કોરોનાના દર્દીને 2થી 3 દિવસમાં ઝાડા થઇ જવાની તકલીફ પણ જોવા મળે છે.
- એ પછી કોરોનાના દર્દીમાં ઓક્સિજન લેવલ ઝડપથી નીચે સરકી જવું જેવાં નવાં લક્ષણો જોવા મળી રહ્યાં છે.
- ડોક્ટરોના મતે, આ તમામ લક્ષણો સાથે દેખાય એ જરૂરી નથી પણ એક લક્ષણ પણ હોય તો ચેતવું.
- કોઈ વ્યક્તિને સતત અશક્તિ લાગે, ગળું પકડાઈ જાય ને સતત તાવ આવ્યા પછી બે-ત્રણ દિવસ બાદ ઝાડા થાય તો તેને કોરોનાનો ચેપ લાગ્યો છે એમ સમજી લેવું.
- મેડકલ નિષ્ણાતો કહે છે કે, કોરોનાની નવી લહેરની તીવ્રતા પહેલા વેવ વખતના કોરોનાના રોગચાળ કરતાં ખૂબ જ વધુ છે.
- પહેલાં આ વાયરસ 15 દિવસમાં શરીરમાં અસર કરતો હતો, પરંતુ હવે માત્ર 3 દિવસમાં શરીરના અવયવોને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દે છે તેથી ઝાડા થવા માંડે છે. શરીરમાંથી પાણી ઓછું થવા લાગે છે અને તેની અસર શરીરનાં અવયવો પર પડવા માંડે છે.
અત્યારે ગુજરાતમાં દરરોજ નવા 10 હજાર કેસ આવવા લાગ્યા છે. સાથે સાથે 100 જેટલા દર્દી મોતને ભટી રહ્યા છે. ગુજરાતમાં કોઈ હોસ્પિટલમાં બેડ પણ ખાલી નથી ત્યારે લોકોએ આ અંગે ચેતવું જરૂરી છે.