ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના  (Coronavirus) સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધાં છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 11,403 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 116 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5494 પર પહોંચી ગયો છે.   
 

રાજ્યમાં આજે 4179 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,41,724 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 68 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 68754 પર પહોંચ્યો છે. જેમાંથી 341 લોકો વેન્ટિલેટર પર અને 68413 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 82.15  ટકા છે. 


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત  કોર્પોરેશનમાં 28,  રાજકોટ કોર્પોરેશન-7, વડોદરા કોર્પોરેશન-8, સુરેન્દ્રનગર 6,   જાનમગર કોર્પોરેશમાં 4, ભરૂચમાં 3, જામનગરમાં 3, મોરબીમાં 3, રાજકોટમાં 3, વડોદરામાં 3, બનાસકાંઠામાં 2, ભાવનગરમાં 2, છોટા ઉદેપુરમાં 2, દેવભૂમિ દ્વારકામાં 2, ગાંધીનગરમાં 2, મહેસાણામાં 2, સુરતમાં 2, અમરેલીમાં 1, આણદંમાં 1, અરવલ્લીમાં 1, ભાવનગર કોર્પોરેસમાં 1, બોટાદમાં 1, ગાંધીનગર કોર્પોરેશમાં 1, જૂનાગઢમાં 1, પંચમહાલમાં 1, પાટણમાં 1, સાબરકાંઠામાં 1 મળી કુલ 117 લોકોને કોરોના ભરખી ગયો હતો.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 4207,  સુરત કોર્પોરેશનમાં 1879, રાજકોટ  કોર્પોરેશનમાં 663, સુરત-484,  વડોદરા કોર્પોરેશનમાં 426, મહેસાણા 418, જામનગર કોર્પોરેશન-279, બનાસકાંઠામાં 195, વડોદરામાં 189, ભરૂચમાં 169, પાટણમાં 145, ગાંધીનગર કોર્પોરેશનમાં 138, ભાવનગર કોર્પોરેશનમાં 124, કચ્છમાં 124, જાનનગરમાં 110, તાપીમાં 109, દાહોદમાં 105, ગાંધીનગરમાં 101, આણંદમાં 99, રાજકોટમાં 98, સુરેન્દ્રનગરમાં 98, અમરેલી 93, સાબરકાંઠામાં 94, ભાવનગરમાં 91, ખેડામાં 91, નવસારીમાં 87, નર્મદામાં 84, મહિસાગરમાં 75, વલસાડમાં 71, પંચમહાલમાં 67, જૂનાગઢ કોર્પેોરેશમાં 61, જૂનાગઢ 59, બોટાદ 57, ગીર સોમનાથ 53, અરવલ્લીમાં 52, અમદાવાદમાં 51, મોરબીમાં 51, દેવભૂૂમિ દ્વારકામાં 38, પોરબંદરમાં 33, છોટા ઉદેપુરમાં 25, ડાગમાં 10 મળી કુલ 11,403  કેસ નોંધાયા હતા.

કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 89,59,960 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 14,79,244 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,04,39,204 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.   

ગુજરાતમાં છેલ્લા 19 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત 

તારીખ

નોંધાયેલા કેસ

મોત

19 એપ્રિલ 11403 117
18 એપ્રિલ 10340 110
17 એપ્રિલ 9541 97
16  એપ્રિલ  8920 94
15 એપ્રિલ 8152 81
14 એપ્રિલ 7410 73
13 એપ્રિલ 6690 67

12 એપ્રિલ

6021

55

11 એપ્રિલ

5469

54

10 એપ્રિલ

5011

49

9 એપ્રિલ

4541

42

8 એપ્રિલ

4021

35

7 એપ્રિલ

3575

22

6 એપ્રિલ

3280

17

5 એપ્રિલ

3160

15

4 એપ્રિલ

2875

14

3 એપ્રિલ

2815

13

2 એપ્રિલ

2640

11

1 એપ્રિલ

2410

9

કુલ કેસ અને મોત

108328

975