વલસાડ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસને નાથવા માટે આજથી રસીકરણની શરૂઆત થશે. ગુજરાતમાં 161 સેંટર પર વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે. તો રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ પણ રસીકરણ સમયે અલગ અલગ શહેરોના રસીકરણ કેંદ્રો પર ઉપસ્થિત રહેશે. પરંતુ આ પહેલા વલસાડથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે.
કોરોનાએ વધુ એક ફ્રન્ટ લાઈન વોરિયર્સનો ભોગ લીધો હતો. વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ડ્રાઇવર રાજેન્દ્રભાઇ બબનરાવ રાજપુરેનું મોત થયું હતું. રાજેન્દ્રભાઇને કોરોના પોઝિટિવ આવતા સારવાર હેઠળ હતા. તેમનો 25 ડિસેમ્બર, 2020ના રોજ કોરોના પોઝિટિવ આવ્યા બાદ વલસાડની અમિત હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. તેમના મોતથી પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
રાજ્યમાં સતત ત્રીજા દિવસે 600થી ઓછા કોરોના વાયરસના નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 535 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 3 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4360 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 6850 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,43,639 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 55 દર્દી વેન્ટીલેટર પર છે અને 6795 લોકો સ્ટેબલ છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ગુજરાતી ક્રિકેટર હાર્દિક-કૃણાલ પંડ્યાનું પિતાનું નિધન, જાણો વિગત
રાજ્યમાં કોરોના રસીકરણ પહેલા જ આવ્યા દુઃખદ સમાચાર, વલસાડમાં કોરોનાએ ફ્રન્ટ લાઈન વોરિયર્સનો લીધો ભોગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jan 2021 10:18 AM (IST)
રાજેન્દ્રભાઇને કોરોના પોઝિટિવ આવતા સારવાર હેઠળ હતા. તેમનો 25 ડિસેમ્બર, 2020ના રોજ કોરોના પોઝિટિવ આવ્યા બાદ વલસાડની અમિત હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -