કચ્છમાં ભાજપના નેતાઓએ સોશલ ડિસ્ટન્સના નિયમનો કર્યો સત્યાનાશ. નેતાઓને હાર તોરા કરવા માટે અને ફોટા પડાવવા માટે લોકોએ રીતસરની પડાપડી કરી હતી. લાગે છે કે આ નેતાઓ નહીં સુધરે. વાત થઈ રહી છે કચ્છના ભચાઉની જ્યાં ભાજપનો અભિવાદન સમારોહ યોજાયો હતો.

ભાજપમાં આ અભિવાદન સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા. ભાજપના અભિવાદન સમારોહમાં કચ્છ ભાજપના પ્રમુખ કેશુભઆઈ પટેલ, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય વિરેંદ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

બસ પછી તો આ નેતાઓને કાર્યકર્તાઓ હાર તોરા કરવા, ફોટો પડાવવા માટે પડાપડી કરવા લાગ્યા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે સામાન્ય નાગરિકો પાસેથી માસ્ક નહીં પહેરવાનો એક હજારનો દંડ વસુલતી પોલીસ પણ આવા રાજકીય કાર્યક્રમોને મુક પ્રેક્ષક બનીને બસ નિહાળ્યા કરે છે. ન તો કાર્રવાઈ થાય છે ન તો કોઈ દંડ કરે છે.