માત્ર 10 દિવસમાં જ વેંટીલેટર બનાવી રાજ્યના ઉદ્યોગકારે દેશની તાકાત દર્શાવી છે. આ વેંટીલેટરને ધમણ-1 નામ આપવામાં આવ્યું છે. વેંટીલેટર દર્દી પર સફળતાપૂર્વક કામ કરી રહ્યું છે. જેમાં પહેલા 1000 વેંટીલેર ગુજરાતને આપવામાં આવશે અને ત્યારબાદ દેશના અન્ય રાજ્યોમાં અપાશે.
સામાન્ય વેંટીલેટરની કિંમત પાંચથી છ લાખ રૂપિયા જેટલી હોય છે, જ્યારે રાજકોટના ઉદ્યોગકારે તેને એક લાખ રૂપિયા કરતા પણ ઓછી કિંમતમાં બનાવ્યું છે. કંપની આગામી સમયમાં તેમાં ફિચર અપડેટ કરીને ધમણ-2 અને ધમણ-3 પણ બનાવશે.